નવા નાણાકીય વર્ષમાં તમારા કામના મહત્ત્વના 10 ફેરફારો

વીડિયો કૅપ્શન, નવા નાણાકીય વર્ષના મહત્ત્વના 10 ફેરફારો

એપ્રિલ મહિનાની શરૂઆત થતાં જ નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. આ નવા નાણાકીય વર્ષમાં એવા પણ કેટલાક ફેરફારો આવ્યા છે જે તમારાં આર્થિક આયોજનોને અસર કરશે. તો જાણો એ દસ મહત્ત્વના ફેરફારો કે જે તમને આથિક મામલે નિર્ણયો લેવામાં મદદરૂપ બની શકે.

  • હવે કુલ વાર્ષિક પગારમાંથી 40 હજાર રૂપિયા ઘટાડીને બચતી રકમ પર ટેક્સ આપવો પડશે. આ કપાત ટ્રાન્સપોર્ટ અલાઉન્સ અને મેડિકલ રિઅમ્બર્સમેન્ટની જગ્યાએ મળશે.
  • ઇન્કમ ટેક્સ પર હવે 4 ટકા સેસ આપવો પડશે, જે પહેલા 3 ટકા હતો.
  • શેર અને મ્યુચ્યુઅલ ફંડના નફા પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે.
  • એક વર્ષથી વધારેની સિંગલ પ્રીમિયમ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી પર વીમાની અવધિના રેશિયોમાં છૂટ આપવામાં આવી છે.
  • હવે નોકરી કરનારાઓની જેમ હવે બીજા ગ્રાહકોને એનપીએસમાંથી જાતે બહાર આવવા પર કે તેની અવધિ પૂરા થવા પર મળનારી રકમના 40 ટકા પર ટેક્સ નહીં લાગે.
  • જો આઈટીઆર નહીં ભરવામાં આવે તો દંડ લાગશે.
  • વરિષ્ઠ નાગરિકોને વ્યાજથી મળતી આવકમાં 50 હજાર રૂ. સુધીની રકમ પર ટેક્સમાંથી છૂટ મળશે.
  • વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર 50 હજાર રૂ.ની ટેક્સ છૂટ મળશે.
  • વરિષ્ઠ નાગરિકોના એક લાખ રૂપિયા સુધીના મેડિકલ ખર્ચ પર ટેક્સ નહીં લાગે.
  • પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને ચોક્કસપણે પંદર લાખ રૂપિયા સુધીની રકમ પર વ્યાજ મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો