આ મહિલા યૂટ્યૂબરે એવું તો શું કર્યું કે સમાચારોમાં આવી ગયાં?

આ મહિલા યૂટ્યૂબરે એવું તો શું કર્યું કે સમાચારોમાં આવી ગયાં?

મધ્યપ્રદેશના સીધી જિલ્લાના લીલા સાહુ હાલ સમાચારોમાં છે.

લીલાએ સીધી જિલ્લાના ખડ્ડી ખુર્દ ગામમાં પાકા રસ્તા બનાવવાની માંગણી કરતો એક વીડિયો બનાવ્યો હતો. અને તે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો.

12મા ધોરણ સુધી ભણેલાં 22 વર્ષનાં લીલા સોશિયલ મીડિયા પર ઘણી ચૅનલો ચલાવે છે. તેમજ 50 લાખથી વધારે તેમના ફૉલોઅર્સ છે. પણ હાલમાં લીલાએ એવું શું કર્યું કે તેઓ સમાચારોમાં છવાઈ ગયાં?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન