બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024નો સમગ્ર સમારોહ અહીં જુઓ
વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
બીબીસી 'ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024'ની જાહેરાત ટૂંક સમયમાં દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં કરવામાં આવશે. દર્શકોએ બે સપ્તાહ સુધી તેમનાં મનપસંદ મહિલા ખેલાડીઓને મત આપ્યા બાદ આ જાહેરાત કરવામાં આવશે.
બીબીસી 'ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'ની પાંચમી આવૃત્તિ માટેનાં પાંચ નૉમિની ખેલાડીઓમાં ગોલ્ફર અદિતિ અશોક, શૂટર્સ મનુ ભાકર અને અવનિ લેખરા, ક્રિકેટર સ્મૃતિ મંધાના અને કુસ્તીબાજ વીનેશ ફોગાટ સામેલ છે.
આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. આ સમારંભને Live જોવા માટે ઉપરના વીડિયો પર ક્લિક કરો.
જાણીતા સ્પૉર્ટ્સ પત્રકારો, લેખકો અને નિષ્ણાતોની બનેલી જ્યુરી પેનલ દ્વારા પાંચ નૉમિનીની જાહેરાત જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. તે પછી વિજેતા નક્કી કરવા દર્શકો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.
આ પ્રતિષ્ઠિત પુરસ્કાર દ્વારા 2024માં ભારતીય મહિલા ખેલાડીઓનાં યોગદાનને સન્માનિત કરવામાં આવે છે તથા દેશમાં રમતગમતમાં સામેલ તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.
આ વર્ષના ઍવૉર્ડ માટેની થીમ 'ચૅમ્પિયન્સ ચૅમ્પિયન' છે, જે મેડલ વિજેતાની કારકિર્દીને ટેકો આપનાર અને તેને ઘડનારાઓને પણ બિરદાવે છે.
આ સમારોહમાં બીબીસી જ્યુરી દ્વારા નૉમિની અન્ય ત્રણ સ્પૉર્ટ્સવુમનને પણ સન્માનિત કરશે જેમની કૅટેગરી હશે: યુવા ઍથ્લીટની સિદ્ધિઓને બિરદાવવા માટે 'બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર' ઍવૉર્ડ, રમતગમતમાં દિગ્ગજોનાં અપ્રતિમ યોગદાનને બિરદાવવા માટે 'બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ' ઍવૉર્ડ, અને પૅરા-સ્પૉર્ટ્સમાં ઉત્તમ દેખાવને બિરદાવવા માટે 'બીબીસી પેરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડ.
આ ઍવૉર્ડ સમારોહનું પ્રસારણ બીબીસીની ભારતીય ભાષાઓની વેબસાઇટ્સ અને બીબીસી સ્પૉર્ટ્સ વેબસાઇટ પર કરવામાં આવશે.
'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'ની પ્રારંભિક આવૃત્તિમાં તત્કાલીન રમતગમત મંત્રી કિરેન રિજિજુ મુખ્ય અતિથિ હતા અને બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.
વર્લ્ડ ચેસ ચૅમ્પિયન કોનેરુ હમ્પી 2020ની આવૃત્તિનાં વિજેતા હતાં, જ્યારે વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 2021 અને 2022નો 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડ જીત્યો હતો.
ક્રિકેટર શેફાલી વર્મા અને શૂટર મનુ ભાકરે પાછલાં વર્ષોમાં 'ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર'નો ઍવૉર્ડ જીત્યો છે.
ઍથ્લીટ્સ પીટી ઉષા, અંજુ બૉબી જ્યોર્જ, વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી અને હૉકી પ્લેયર પ્રિતમ સિવાચને અગાઉની આવૃત્તિઓમાં 'લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ' આપવામાં આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



