વ્હીલચૅર સાથે અંતરિક્ષમાં જનારાં પહેલાં મહિલાએ પરત આવી શું કહ્યું?

વીડિયો કૅપ્શન, વ્હીલચૅર સાથે અંતરિક્ષમાં જનારાં પહેલાં મહિલાએ પરત આવી શું કહ્યું?
વ્હીલચૅર સાથે અંતરિક્ષમાં જનારાં પહેલાં મહિલાએ પરત આવી શું કહ્યું?

જર્મનીનાં એક એન્જિનિયર વ્હીલચૅર સાથે અંતરિક્ષમાં જનારાં વિશ્વનાં પહેલાં મહિલા બન્યાં છે.

મિશેલા બેન્થૌસને સાત વરસ પહેલાં એક બાઇક અકસ્માત થયો હતો અને તેમને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. જોકે તેમનું અવકાશમાં જવાનું સપનું હતું, જે હવે પૂરું થયું છે.

મિશેલા બેન્થૌસે અવકાશયાત્રી બનવા માટે ઑનલાઇન એક નિવૃત્ત અવકાશ ઇજનેરનો સંપર્ક કર્યો હતો.

ત્યાર બાદ તેમણે જેફ બેઝોસ દ્વારા સ્થાપિત અવકાશ પ્રવાસન કંપની બ્લૂ ઓરિજિન સાથે ઐતિહાસિક 10 મિનિટની ફ્લાઇટનું આયોજન કરવામાં મદદ કરી.

જર્મની, એન્જિનિયર, વ્હીલચૅર, અંતરિક્ષમાં જનારાં વિશ્વના પહેલા મહિલા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જર્મનીનાં એક એન્જિનિયર વ્હીલચૅર સાથે અંતરિક્ષમાં જનારાં વિશ્વનાં પહેલાં મહિલા બન્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન