પાકિસ્તાની મહિલાઓ જેમણે સૂકા ક્ષેત્રને હરિયાળું અને 'પાણીદાર' બનાવવાનું બીડું ઝડપ્યું

પાકિસ્તાની મહિલાઓ જેમણે સૂકા ક્ષેત્રને હરિયાળું અને 'પાણીદાર' બનાવવાનું બીડું ઝડપ્યું

ગત વર્ષે પાકિસ્તાનના ક્વેટામાં ભારે વરસાદ અને પૂરની આપત્તિનો કેર જોવા મળ્યો હતો.

આ કુદરતી આપત્તિના કારણે ક્ષેત્રની રોડ-રસ્તા અને રેલવે કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ હતી.

સાથે જ જમીનનું ભારે ધોવાણ પણ થયું હતું. ભારે અને અનરાધાર વરસાદને પગલે ક્ષેત્ર સંપૂર્ણપણે પાણીથી ઘેરાઈ ગયું હતું. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. પરંતુ હવે કુદરતના સંકટનો સામનો કરી વેરવિખેર થઈ ગયેલા ક્ષેત્રમાં મહિલાઓનું જૂથ ‘પરિવર્તનનું વાહક’ બન્યું છે.

જુઓ, તેમની કહાણી.