You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : SIRની પ્રક્રિયાના કારણે ડરી ગયા છે વિચરતી જનજાતિના લોકો, કેવી સ્થિતિમાં જીવે છે?
અમદાવાદમાં વિચરતી-ભટકતી જનજાતિના કેટલાક સમુદાયમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીના કારણે ચિંતાનો માહોલ છે.
અમદાવાદમાં સલાટ સમુદાયની વસાહતમાં રહેતા લોકો પાસે કોઈ પણ પ્રકારના પુરાવા નથી.
હાલ જ્યારે ભારતના ચૂંટણીપંચ દ્વારા SIRની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે આ સમુદાયના લોકોની સામે એક મોટો પડકાર આવીને ઊભો રહ્યો છે.
અહીંના લોકોનું કહેવું છે કે તેમની પાસે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ નથી.
પહેલાં અનાજ દળવાની ઘંટીઓ વેચવાનું કામ કર્યા બાદ હવે આ સમુદાયના લોકો ગામેગામ ફરીને ધાબળા વેચવાનું કામ કરી રહ્યા છે.
તો વીજાપુરમાં આવેલી સરાણિયા સમુદાયની વસાહતમાં પણ આ પ્રકારની ચિંતા જોવા મળી.
વિચરતી-ભટકતી જનજાતિના આ સમુદાયના લોકોની શું તકલીફો છે?
અને મતદારયાદીમાંથી નામ કપાઈ જવાના ડર વચ્ચે હાલ તેઓ કેવી રીતે જીવી રહ્યા છે?
જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ.
અહેવાલ : રૉક્સી ગાગડેકર છારા
શૂટ-ઍડિટ : પવન જયસ્વાલ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન