રીમાલ વાવાઝોડું ત્રાટક્યું, શું હવે ગુજરાતનું હવામાન પલટાશે?

વીડિયો કૅપ્શન,
રીમાલ વાવાઝોડું ત્રાટક્યું, શું હવે ગુજરાતનું હવામાન પલટાશે?

બંગાળની ખાડીમાં ખતરનાક બનેલું વાવાઝોડું રીમાલ રવિવારની રાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું અને હજી પણ તે જમીન પર આગળ વધી રહ્યું છે.

હવે આ વાવાઝોડું આગળ વધ્યા બાદ નબળું પડી જશે, પરંતુ આ વાવાઝોડા કારણે અનેક વિસ્તારોને અસર થઈ છે અને હજી પણ ઘણા વિસ્તારો પર તેની અસર થવાની શક્યતા છે.

બંગાળ પર ત્રાટકેલા વાવાઝોડાને કારણે ગુજરાતને પણ પરોક્ષ રીતે અસર થઈ છે અને આવનારા દિવસોમાં રાજ્યમાં હવે હવામાન બદલવાની સંભાવના દેખાઈ રહી છે.

એક તરફ વાવાઝોડું આગળ વધીને દરિયાકાંઠે ત્રાટકી ગયું છે અને બીજી તરફ ચોમાસું તેની પાછળ-પાછળ આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું વધારે વિસ્તારોમાં આગળ વધ્યું છે.

બંગાળની ખાડીમાં 24 મેના રોજ બનેલું વાવાઝોડું રીમાલ 26 મેના રોજ વધારે શક્તિશાળી બનીને ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ ગયું હતું.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે રવિવારની રાત્રે સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે આ વાવાઝોડું રાત્રે 10.30 વાગ્યે દરિયાકાંઠે ટકરાયું હતું.

પરંતુ, વાવાઝોડાની સૌથી વધારે અસર ભારતમાં પશ્ચિમ બંગાળમાં થઈ હતી, રાજ્યના પાટનગર કોલકાતા સુધી તેની અસર વર્તાઈ હતી અને વરસાદ પડતાં ઘણા વિસ્તારોમાં ભારે પાણી ભરાયાં હતાં.

તો હવે ગુજરાતના હવામાનમાં હવે શું ફેરફારો થશે? જુઓ આ વીડિયોમાં

રીમાલ વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images