કચ્છનું એ ગામ, જેણે ગાંડા બાવળને ગામમાં ઊગતા અટકાવ્યા
કચ્છનું એ ગામ, જેણે ગાંડા બાવળને ગામમાં ઊગતા અટકાવ્યા
કચ્છના રણપ્રદેશનાં ગામોમાં ગાંડા બાવળની સમસ્યા ખૂબ જ વિકરાળ છે. તેના કારણે જમીન, પાણી અને પશુઓને નુકસાન થાય છે.
કચ્છમાં ગાંડા બાવળનું આગમન દવા તરીકે થયું હતું, પરંતુ સમય જતાં તે જ દર્દ બની ગયો હતો.
એટલું જ નહીં ગાંડો બાવળ અહીંનાં ઘાસિયા મેદાનમાં પણ ફેલાઈ જાય છે, જેના કારણે અહીંના ઘાસનાં મેદાનોમાં રહેલી પ્રજાતિઓ માટે મુશ્કેલી ઊભી થાય છે.
જોકે કચ્છના ગુગરિયાળા ગામના હાજી મામદ ભાગિયા જતે તેની સામે ચળવળ ચલાવી. એ પછી ગુગરિયાળા ગામના અન્ય લોકો પણ આ અભિયાનમાં જોડાયા.
ગુગરિયાળા અને આસપાસના ગામલોકો કેવી રીતે ગાંડા બાવળ સામેની લડાઈમાં વિજય મેળવી રહ્યા છે અને ગૌચરની જમીનનો વ્યાપ વધારી રહ્યા છે.
કેવી રીતે ઘાસનાં મેદાનોને વધારીને અન્ય પ્રજાતિઓ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરી રહ્યા છે. જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



