વિભાજન વખતે વિખૂટા પડેલા પરિવારનું મક્કા ખાતે કઈ રીતે થયું મિલન?

વિભાજન વખતે વિખૂટા પડેલા પરિવારનું મક્કા ખાતે કઈ રીતે થયું મિલન?

આ વીડિયો ધાર્મિક સ્થળ મક્કાનો છે, જેમાં એક કાકી અને ભત્રીજી દાયકાઓ પછી એકબીજાને મળીને રડી પડે છે.

1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે તેઓ બંને એકબીજાથી અલગ પડી ગયાં હતાં. આટલાં વર્ષોથી બંને અલગ-અલગ દેશમાં રહેતાં હતાં અને એકબીજાને મળી શક્યાં ન હતાં.

કાકી પાકિસ્તાનમાં રહે છે અને તેઓ વૃદ્ધ થઈ ગયાં છે. જ્યારે તેમના ભત્રીજી ભારતમાં રહે છે. બંને પરિવારો લાંબા સમયથી વિઝા માટે કોશિશ કરી રહ્યાં હતાં.

બંને પરિવારોએ પહેલાં કરતારપુર મળવાનું નક્કી કર્યું હતું પણ તેમને ત્યાં જવાની પણ મંજૂરી મળી ન હતી.

અંતે તેઓ કઈ રીતે મળ્યાં? જુઓ આ વીડિયોમાં...