જમ્મુ-કાશ્મીર : જ્યારે ગર્ભવતી મહિલાને ભારે હિમવર્ષામાં ખાટલા પર હૉસ્પિટલ લઈ જવાયાં

વીડિયો કૅપ્શન, જમ્મુ-કાશ્મીરમાં ગર્ભવતી મહિલાને ખાટલા પર હૉસ્પિટલ લઈ જવામાં આવી
જમ્મુ-કાશ્મીર : જ્યારે ગર્ભવતી મહિલાને ભારે હિમવર્ષામાં ખાટલા પર હૉસ્પિટલ લઈ જવાયાં

જમ્મુ-કાશ્મીરના પૂંછના જલાસ ગામનાં એક ગર્ભવતી મહિલાને ભારે હિમવર્ષા વચ્ચે ખાટલા પર હૉસ્પિટલ લઈ જવાં પડ્યાં હતાં.

મહિલાના ભાઈ આફતાબ હુસૈને સમગ્ર ઘટના વિશે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે તેઓ આશરે 10થી 15 કિલોમીટર સુધી આવી જ રીતે ગયા હતા.

હૉસ્પિટલ રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ પહોંચ્યા.

તેમનું કહેવું છે કે તેમણે બહેન અને તેમના બાળકનો જીવ બચાવવા આવું કર્યું હતું, રસ્તામાં પણ એમને કોઈ મદદ નહોતી મળી.

જુઓ, સમગ્ર વીડિયો.

જમ્મુ-કાશ્મીર, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન