બનાસકાંઠા : બંને હાથ ન હોવા છતાં આ છોકરો બૉલિંગ, ફિલ્ડિંગ ને બેટિંગ કેવી રીતે કરે છે?

બનાસકાંઠા : બંને હાથ ન હોવા છતાં આ છોકરો બૉલિંગ, ફિલ્ડિંગ ને બેટિંગ કેવી રીતે કરે છે?

બે હાથ ન હોવા છતાં પણ મેદાન પર ક્રિકેટ રમતા આ ખેલાડીનું નામ વિપુલ ચૌધરી છે.

તેઓ બનાસકાંઠાના પાલનપુર નજીક છાપીના રહેવાસી છે.

વિપુલને જન્મથી જ બંને હાથ નથી. છતાં તેમણે હાર ન માની.

હાથ વગર પણ ક્રિકેટ રમવાની વિપુલની આ ધગશ તેના જેવા અનેક વિકલાંગોને પ્રેરણા આપી રહી છે.

વિપુલને ફ્રીમાં કોચિંગ આપનારા ખેલાડી પણ આશા રાખી રહ્યા છે કે તે ભવિષ્યમાં ક્રિકેટમાં નામ રોશન કરશે.

તેમની પ્રેરણાદાયક કહાણી જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન