હવે સોનાની જેમ ચાંદીના દાગીના પર પણ મળશે લોન, પણ પહેલા આટલું તપાસી લેજો
ભારતમાં સોનાને સંકટ સમયની સાંકળ કહેવામાં આવે છે અને લોકો પાસે બીજો કોઈ રસ્તો ન હોય ત્યારે સોનાને ગિરવી મૂકીને લોન લેતા હોય છે.
ગોલ્ડ લોનની લોકપ્રિયતા ઘણી વધી છે, ત્યારે લોકો પાસે ચાંદીની સામે પણ લોન લેવાનો એક વિકલ્પ છે.
સોનું અને ચાંદી એ બંને એવી ધાતુ છે જેના ભાવમાં જોરદાર તેજી ચાલે છે. દરમિયાન રિઝર્વ બૅન્કે એક નોટિફિકેશન બહાર પાડીને ચાંદી સામે લોન લેવા અંગે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે.
અહીં આપણે ચાંદી સામે કઈ રીતે લોન લઈ શકાય, કેટલી લોન મળી શકે અને આરબીઆઈના નવા નિયમો શું કહે છે તેની વાત કરીશું.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગયા સપ્તાહમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં સિલ્વર સામે લોન લેવાના નિયમો બદલવામાં આવ્યા છે અને આ ફેરફારો પહેલી એપ્રિલ, 2026થી લાગુ થશે.
તેમાં જણાવાયું છે કે તમામ કૉમર્શિયલ બૅન્કો ચાંદી સામે લોન આપી શકશે, જેમાં સ્મોલ ફાઇનાન્સ બૅન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો સામેલ છે. આ ઉપરાંત શહેરી અને ગ્રામીણ કો-ઑપરેટિવ બૅન્કો પણ ચાંદી સામે ધિરાણ કરી શકશે.
એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને પણ આ સુવિધા આપવામાં આવી છે.
અહેવાલ : અજિત ગઢવી
રજૂઆત : બ્રિજલ શાહ
ઍડિટ : દિતી બાજપાઈ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



