અતીક અહમદ અને અશરફને હૉસ્પિટલ લઈ જતી વખતે પોલીસની હાજરીમાં ગોળી મારી
અતીક અહમદ અને અશરફને હૉસ્પિટલ લઈ જતી વખતે પોલીસની હાજરીમાં ગોળી મારી
ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ અતીક અહમદ અને તેમના ભાઈ અશરફની 15 એપ્રિલ, શનિવારે રાત્રે પ્રયાગરાજમાં ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.
જે સમયે આ હત્યા થઈ, એ સમયે પોલીસ અતીક અહમદ અને તેમના ભાઈ અશરફને મેડિકલ ચેક-અપ માટે કોલ્વિન હૉસ્પિટલ લઈ જઈ રહી હતી.
પ્રયાગરાજથી બીબીસીના સંવાદદાતા અનંત ઝણાણેએ કહ્યું હતું કે પ્રયાગરાજમાં જે હૉસ્પિટલ સામે અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા થઈ ત્યાં સવારે સન્નાટો પ્રસરેલો હતો.
વધુ વિગતો માટે જુઓ આ વીડિયો

ઇમેજ સ્રોત, ANI





