ચાર વખત બ્રેઇન સર્જરી કરાવ્યા બાદ પણ પેરા-ઍથલીટ બનનારાં રાજકોટનાં યુવતીની કહાણી

ચાર વખત બ્રેઇન સર્જરી કરાવ્યા બાદ પણ પેરા-ઍથલીટ બનનારાં રાજકોટનાં યુવતીની કહાણી

જીવનમાં ક્યારેય હાર માનવી નહીં, આ વાત આ દીકરી પોતાના જીવન થકી સૌ લોકોને શીખવી રહી છે. રાજકોટની ધ્વની શાહે ચાર-ચાર વખત બ્રેઈન સર્જરી કરાવી છે શરીરનો એકભાગ પેરેલાઇઝ્ડ છે છતાં આ મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે હાર ન માની. અને પેરા ટેબલ ટેનિસમાં અનેક સફળતાઓ મેળવી અન્યો માટે પ્રેરણારૂપ બન્યાં છે.

નાનપણથી બ્રેઈન કેન્સર સહિતની બીમારીઓ સામે લડી રહેલી ધ્વનિનો એક સમય એવો પણ હતો કે, તેમને રાજકોટના કોઈ કોચ ટ્રેનિંગ આપવા માટે પણ તૈયાર ન હતા.

ધ્વનિ સાત વર્ષની હતી ત્યારથી તેને બ્રેઈન ટ્યુમર હતું. છેલ્લા ઓપરેશન બાદ પેરાલિસિસ અને અત્યારે હાથમાં ફેક્ચર બાદ પણ તેઓ કોઈ ફરિયાદ વગર પોતાનું સપનું પૂરું કરવા સતત મહેનત કરી રહ્યા છે.

જુઓ તેમની પ્રેરણાત્મક કહાણી...