હાથ ગુમાવ્યા બાદ સફળતાનાં શિખરો સર કરીને મેડિકલમાં અભ્યાસ કરતી મુસ્કાનની કહાણી
હાથ ગુમાવ્યા બાદ સફળતાનાં શિખરો સર કરીને મેડિકલમાં અભ્યાસ કરતી મુસ્કાનની કહાણી
કહેવાય છે કે કંઈક કરી બતાવવાની ધગશ હોય તો કોઈ પણ મુશ્કેલી તમારો રસ્તો રોકી ન શકે.
આવી જ ધગશ સાથે વડોદરાનાં મુસ્કાન શેખ મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધી રહ્યાં છે.
2014માં મુસ્કાને પોતાનો જમણો હાથ ગુમાવી દીધો પણ તેઓ હિંમત ન હાર્યાં.
તેમણે ડાબા હાથેથી લખવાની પ્રૅકિટસ શરૂ કરી અને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સારા માર્ક સાથે પાસ કરી બતાવી.
તેમણે ડૉક્ટરની તૈયારી શરૂ કરી. જોકે મેડિકલ કૉલેજમાં ઍડમિશન મેળવવામાં અનેક મુશ્કેલીઓ આવી પણ આખરે તેમની ધગશની જીત થઈ.
જુઓ તેમની પ્રેરણાદાયક કહાણી...






