You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહલગામ : 'ઑપરેશન સિંદૂર'ના એક મહિના પછી સ્થિતિ શું છે? ગ્રાઉન્ડ રિપોર્ટ
એક મહિના પહેલાં એટલે કે તારીખ 6 અને તારીખ 7 મેની રાત્રે ભારતે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હુમલાઓ કર્યા હતા.
ભારત સરકાર અને સેનાએ તેને 'ઑપરેશન સિંદૂર' નામ આપ્યું હતું.
આ ઑપરેશન 22 એપ્રિલે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાનો વળતો જવાબ હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલાની ઘટનામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી 25 પ્રવાસીઓ હતા.
ભારત-પાકિસ્તાન સંઘર્ષના એક મહિના પછી બીબીસી ટીમે પહેલગામની મુલાકાત લીધી હતી અને એક મહિના બાદ ત્યાંના માહોલને નજીકથી જાણવા અને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
પહલગામની ઊંચી પહાડીઓ પર જામેલા બરફની જેમ જ અહીંના સામાન્ય લોકોની જિંદગી થંભી ગઈ છે..
22 એપ્રિલે થયેલા હુમલા પછીથી અહીંના રસ્તાઓ સૂમસામ છે, બજારમાં સન્નાટો છે. પર્યટન ક્ષેત્રમાં કામ કરતા લોકોની આવક ખતમ થઈ ગઈ છે. ટેક્સી ચલાવનાર અબ્દુલ હમીદ મીર માટે ખર્ચા પૂરા કરવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે, તો ફોટોગ્રાફર અને ગાઇડનું કામ કરતા મોહમ્મદ ઇશાકની પણ આ જ સ્થિતિ છે.
સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે, પહેલાં જેવી પ્રવાસીઓની ભીડ જોવા મળતી નથી. સ્થાનિક ટેક્સી ડ્રાઇવરો, ગાઇડો, હોટલમાલિકો કહે છે કે તેમની આવક નહિવત્ છે.
વિશેષ માહિતી માટે જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ...
વીડિયો : માજિદ જહાંગીર અને દેબલીન રૉય
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન