BBC ISWOTY: આઇસ હૉકીની ટીમની મહિલા ખેલાડીઓને કેવા પડકારોનો સામનો કરવો પડે છે?

BBC ISWOTY: આઇસ હૉકીની ટીમની મહિલા ખેલાડીઓને કેવા પડકારોનો સામનો કરવો પડે છે?

આઇસ હૉકીની આ રમત ભારતમાં વધુ જાણીતી નથી તેમ છતાં મહિલા આઇસ હૉકીની ટીમ ભારતમાં વધુ મજબૂત બની રહી છે.

ઓછા સંસાધનો, અપૂરતી માળખાગત સુવિધા અને સમાજની ટિપ્પણીઓ જેવા પડકારોને બાજુ પર મૂકીને આ મહિલાઓ આઇસ હૉકી રમતી રહી છે.

બીબીસીએ તાજેતરમાં ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે આઇસ હૉકી ટીમની મુલાકાત લીધી હતી.

આઇસ હૉકી કેવી રીતે રમાય છે અને ખાસ કરીને મહિલાઓને તેમાં કેવી મુશ્કેલી પડે છે? જુઓ તેમની યાત્રા કેવી રીતે આગળ વધી?

બીબીસીની આ વિશેષ રજૂઆતમાં જુઓ મહિલા આઇસ હૉકીની ટીમની કહાણી...

'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર' ઇવેન્ટને બીબીસી ગુજરાતીના તમામ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર 16 ફેબ્રુઆરી, 2026ના રોજ નિહાળો અને મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરો.

#changethegame અને #BBCISWOTY વાપરો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન