બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2025 બન્યાં સ્મૃતિ મંધાના, ઍવૉર્ડ મળ્યા બાદ તેમણે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2025 બન્યાં છે.
વાંચવાનો સમય: 7 મિનિટ

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનાં વિજેતાઓની ઘોષણા થઈ ગઈ છે. ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2025 બન્યાં છે.

ઍવૉર્ડ મળ્યા બાદ સ્મૃતિ મંધાનાએ કહ્યું, "આ ઍવૉર્ડ આપવા માટે બીબીસીનો આભાર. વર્ષ 2025 ઘણું સરસ રહ્યું, મને આનંદ છે કે હું ટીમની જીતમાં યોગદાન આપી શકી."

આ વરસે ઍવૉર્ડ માટે પાંચ દાવેદાર હતાં. ક્રિકેટર હરમનપ્રીતકોર, સ્મૃતિ મંધાના, ચેસ ખેલાડી દિવ્યા દેશમુખ, નિશાનેબાજ સુરુચિસિંહ અને ઍથ્લીટ જ્યોતિ યાર્રાજી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ

પૅરાઍથ્લીટ પ્રીતિ પાલને બીબીસી પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2025 મળ્યો છે.

પ્રીતિ પાલ પેરિસ પૅરાલિમ્પિક્સ 2024માં ટ્રૅક એન્ડ ફિલ્ડમાં બે પદક જીતનારાં પહેલા ભારતીય મહિલા ઍથ્લીટ છે.

આ વર્ષનાં નૉમિનીની જાહેરાત 2 ફેબ્રુઆરીના રોજ કરાઈ હતી.

નોંધનીય છે કે ચેસ ગ્રાન્ડમાસ્ટર દિવ્યા દેશમુખ બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર 2025 બન્યાં છે.

શૂટર અંજલિ ભાગવતને બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ 2025 મળ્યો છે.

બીબીસી સ્ટાર પર્ફૉર્મર ઑફ ધ યર- 2025

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ
ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન બ્લાઇન્ડ વીમેન્સ ક્રિકેટ ટીમે ગત વર્ષે વર્લ્ડકપ જીતીને ઇતિહાસ રચ્યો હતો

બીબીસી સ્ટાર પર્ફૉર્મર ઑફ ધ યર 2025 છે...

  • બીબીસી સ્ટાર પર્ફૉર્મર ઑફ ધ યર 2025 છે- ભારતીય મહિલા ક્રિકેટ ટીમ.
  • ઇન્ડિયન બ્લાઇન્ડ વિમૅન્સ ક્રિકેટ ટીમ
  • ભારતીય મહિલા કબડ્ડી ટીમ
  • સિમરન શર્મા
  • એકતા ભયાન
  • દીપ્તી જીવાનજી
  • પ્રીતિ પાલ

બીબીસી ચૅન્જમેકર ઑફ ધ યર

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ
  • ભારતીય મહિલા આઇસ હૉકી ટીમ : બિનપરંપરાગત રમતમાં વિઘ્નો પાર કરવા માટે.
  • રાજબીરકોર : ભારતીય ફિલ્ડ હૉકી ખેલાડી અને ભારતીય રાષ્ટ્રીય મહિલા ટીમનાં પૂર્વ કૅપ્ટન.
  • સવિતા પુનિયા : ભારતીય ફિલ્ડ હૉકી ખેલાડી અને રાષ્ટ્રીય ટીમનાં સભ્ય.
  • પાણીદેવી : ખેલ જગતમાં પાયાના સ્તરે અસરકારક યોગદાન માટે.
બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ
ઇમેજ કૅપ્શન, કલેક્ટિવ ન્યૂઝરૂમનાં એડિટર ઇન ચીફ અને સહસંસ્થાપક રૂપા ઝા

કલેક્ટિવ ન્યૂઝરૂમનાં એડિટર ઇન ચીફ અને સહસંસ્થાપક રૂપા ઝાએ કહ્યું, "આજે વિશ્વ પરેશાન કરનારા સત્ય સામે ઝઝૂમી રહ્યું છે, તાકતવર લોકોનાં નામ સામે આવી રહ્યાં છે, સર્વાઇવર ચૂપ રહેવાનો ઇનકાર કરી રહ્યા છે, સિસ્ટમને સવાલ કરાઈ રહ્યા છે."

"આવી સ્થિતિમાં આ બધી વાતો યાદ અપાવે છે કે આવા મંચોનું અસ્તિત્વ કેમ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે ઉત્પીડનની દરેક કહાણી સામે સન્માન અને જીતની કહાણીઓનું હોવું પણ જરૂરી છે, એવી જગ્યા હોવી જરૂરી છે જ્યાં મહિલાઓને દબાવાતાં નથી, બલકે તેમની સફળતાઓનો ઉત્સવ મનાવાય છે. બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ યર ઍવૉર્ડ આ વાતને જ રજૂ કરે છે. અમે આગળ પણ આટલાં જ ઊંડાણ અને સન્માન સાથે આવી કહાણીઓ તમારા સુધી લાવતા રહીએ..."

"પરિંદો સે બન રહી હૈં લડકીયા."

"ઉન્હેં ઉડને મેં મઝા આતા હૈં, ઉન્હે મંઝૂર નહીં ઉનકે પરો કા કાટા જાના..."

સ્મૃતિ મંધાનાને જાણો

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ સ્મૃતિ મંધાનાને 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2025' તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. તેમની માતાએ તેમના વતી આ ઍવૉર્ડ સ્વીકાર્યો
ઇમેજ કૅપ્શન, સ્મૃતિ મંધાનાને 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2025' તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. તેમની માતાએ તેમના વતી આ ઍવૉર્ડ સ્વીકાર્યો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં ઉપકપ્તાન સ્મૃતિ મંધાના પહેલેથી જ રમતનાં સર્વકાલીન મહાન ખેલાડીઓ પૈકી ગણવામાં આવે છે. 29 વર્ષીય ડાબોડી બૅટર સ્મૃતિ મંધાના વનડે ઇન્ટરનૅશનલ મૅચોમાં સૌથી વધુ સદી ફટકારવામાં બીજા ક્રમે છે અને સૌથી વધુ રન બનાવવામાં વર્તમાન ખેલાડીઓમાં ત્રીજા ક્રમે છે.

મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં જન્મેલાં મંધાનાને તેમના પિતા અને ભાઈ તરફથી પ્રેરણા મળી, જેઓ બંને જિલ્લા સ્તરે ક્રિકેટ રમ્યા હતા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ

ઇમેજ સ્રોત, BBC/Getty Images

2013માં ઝોનલ અંડર-19 ટુર્નામેન્ટમાં રમતી વખતે તેઓ ઘરેલુ વનડે મૅચમાં બેવડી સદી ફટકારનારાં પ્રથમ ભારતીય મહિલા બન્યાં. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે ઑસ્ટ્રેલિયા સામે 50 બૉલમાં સદી ફટકારી હતી - જે આ ફૉર્મેટમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી હતી. આ સાથે તેમણે વિરાટ કોહલીનો રેકૉર્ડ તોડ્યો હતો.

તેમને 2018 અને 2021માં બે વખત 'આઇસીસી વીમેન્સ ક્રિકેટર ઑફ ધ યર' તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. 2019માં ભારત સરકાર તરફથી તેમને પ્રતિષ્ઠિત અર્જુન ઍવૉર્ડ મળ્યો છે.

પ્રીતિ પાલ અને અંજલિ ભાગવતે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ
ઇમેજ કૅપ્શન, શૂટર અંજલિ ભાગવતને બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી પૅરાસ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર 2025 બન્યા બાદ પ્રીતિ પાલે કહ્યું, "દરેક બાબતમાં પડકાર તો આવે જ છે. પોતાની જાત પર વિશ્વાસ રાખો, હારથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે. બીબીસીનો ખૂબ ધન્યવાદ, આ ઍવૉર્ડ મારો નહીં, બલકે મારી આખી ટીમનો છે."

ખેલરત્ન વિજેતા અંજલિ ભાગવતે બીબીસી લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યા પછી કહ્યું, "શૂટિંગ મારી જિંદગી છે. જો હું શૂટિંગ રૅન્જમાં નહીં હોઉં, તો લાગે છે કે કંઈક કમી છે. સમર્પણ અને પ્રતિબદ્ધતાએ મને ઘણી મદદ કરી. હું ઘણી મહિલાઓ માટે અવરોધો દૂર કરનારી બની શકું છું. ભારતીય શૂટિંગ પીક પર પહોંચ્યું છે. તથા ઘણી મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી."

તેમણે આ ઍવૉર્ડ અંગે કહ્યું, "આ ટ્રૉફીને હાથમાં લઈને ખૂબ ખાસ મહેસૂસ થઈ રહ્યું છે. ગત 40 વર્ષોથી હું આ લક્ષ્ય પાછળ છું, આજે થંભીને હું મારી સફરને ફરી વાર જીવી રહી છં. રમતમાં જવાનો નિર્ણય ઘણો મુશ્કેલ, અત્યંત મોંઘો હતો. આ પુરુષોના વર્ચસ્વવાળું ક્ષેત્ર હતું. આ ટ્રૉફી માત્ર મારી નથી, બલકે એ તમામ કોચની પણ છે, જેમણે એ વાતનો વિશ્વાસ કર્યો કે હું આવું કરી શકું છું. મારી ટીમના સાધીઓની પણ છે. અમે આગામી પેઢી માટે રાહ તૈયાર કરી, કઠોર મહેનતનો કોઈ વિકલ્પ નથી, આ પ્રક્રિયાનો આનંદ માણો."

રાજીવ શુક્લે કરી અપીલ- મહિલા ક્રિકેટને કરો સપૉર્ટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2025 દરમિયાન બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લે લોકો દ્વારા મહિલા ક્રિકેટને પ્રાથમિકતા નહીં આપવાનો મુદ્દો ઉઠાવ્યો.

તેમણે કહ્યું, "આપણી મહિલા ટીમ બહુ શાનદાર રમી રહી છે. બીસીસીઆઈ મહિલા ક્રિકેટને પ્રમોટ કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તેમની સૅલરી વધારવામાં આવી છે. તેમની મૅચ વધારાઈ છે."

તેમણે કહ્યું, "અમે માત્ર એક જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે કે તમે લોકો મહિલા ક્રિકેટને સમર્થન આપી રહ્યા નથી. સ્ટેડિયમમાં દર્શકો નથી. WPL હાલમાં જ પતી છે કેટલા લોકો મૅચ જોવા ગયા હતા. સ્ટેડિયમ ખાલી પડ્યાં છે. ટેલિવિઝન રેટિંગ નથી મળી રહ્યું."

"હું બે હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે તમે મહિલા ક્રિકેટને જોવાનું શરૂ કરો, જ્યારે આપણે મહિલા ક્રિકેટને જોવાનું શરૂ કરીશું ત્યારે તે પુરુષ ક્રિકેટના સ્તર સુધી પહોંચશે."

તેમજ કેન્દ્રીય રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસેએ પણ આ સમારોહમાં ભાગ લીધો.

તેમણે કહ્યું, "આજે અહીં પહોંચીને ઘણું સારું લાગી રહ્યું છે. મને લાગે છે કે આજે આપણે આની જ જરૂર છે. આપણે આપણા ઍથ્લીટ્સને આગળ વધારવા છે. જીવનને ખરા અર્થમાં સમજવો હોય, તો એ સ્પૉર્ટ્સથી શીખી શકાય છે. અમને અમારી મહિલા ઍથ્લીટ્સને જોઈે ખૂબ ખુશી થાય છે, રમતગમત મંત્રાલય પણ આ જ પ્રયાસ કરી રહ્યું છે કે તમામ ફેડરેશનમાં અમે 33 ટકા અનામત રાખી શકીએ. સ્પૉર્ટ્સને આગળ લઈ જવાની જવાબદારી આપણા સૌની છે. આપણે એને ગ્લોબલ સ્ટેજ સુધી લઈ જવાની છે."

બીબીસીના સીઈઓ જોનાથન મુનરો શું બોલ્યા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ
ઇમેજ કૅપ્શન, બીબીસીના સીઈઓ જોનાથન મુનરો

બીબીસીના સીઈઓ, ન્યૂઝ ઍન્ડ કરન્ટ અફેર્સ જોનાથન મુનરોએ કહ્યું, "ગત વર્ષ ભારતની મહિલા ખેલાડીઓ માટે ખાસ રહ્યું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઘરેલુ મેદાન પર રેકૉર્ડ સંખ્યામાં દર્શકો સામે વિશ્વકપ જીતીને ઇતિહાસ રચ્યો."

"તેમની સાથે ભારતે બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો."

તેમણે ઉમેર્યું, "આ વર્ષના પુરસ્કારોની થીમ 'Every Body Can Play' છે, જે મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમણે રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવવા માટે શારીરિક, સામાજિક અથવા સાંસ્કૃતિક અવરોધોને પાર કર્યા છે."

"2020માં આ ઍવૉર્ડની શરૂઆતથી જ બીબીસીનો 'ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડ આ મહિલાઓનું સન્માન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ મહિલાઓ તેમના પડકારજનક સંજોગો છતાં ટોચ પર પહોંચ્યાં છે, લાખો લોકોને પ્રેરણા આપી છે અને આંતરરાષ્ટ્રીય રમતગમતના મંચ પર ભારતની હાજરીને વધારી છે."

ISWOTY શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ
ઇમેજ કૅપ્શન, પૅરાઍથ્લીટ દીપા મલિક, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ માટે બીબીસીની ગ્રાન્ડ જૂરીનો ભાગ હતાં

ISWOTYએ બીબીસી ભારતીય ભાષાની એક પહેલ છે, જેનો હેતુ ભારતીય રમતગમત ક્ષેત્રે પ્રચલિત માન્યતાઓને તોડતાં મહિલાઓની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવવાનો છે.

આ પ્લૅટફૉર્મ વિશિષ્ટ મીડિયા કવરેજ દ્વારા ભારતીય મહિલાઓ ખેલાડીઓની વિઝિબિલિટી વધારવાનો માગે છે, એક એવું ક્ષેત્ર જે પરંપરાગત રીતે પુરુષ ખેલાડીઓની તરફેણ કરે છે.

ખેલાડીઓને બિરદાવવા ઉપરાંત, ISWOTY રમતગમત ક્ષેત્રે જાતિ પ્રતિનિધિત્વ અને સમાનતા વિશે અર્થપૂર્ણ વાતચીતને પ્રોત્સાહન આપે છે.

ભારતમાં મહિલા ખેલાડીઓની સિદ્ધિઓનું સન્માન કરવા અને તેની ઉજવણી કરવા માટે 2019માં બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુને તેમાં વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

2020ની આવૃતિમાં વિશ્વ ચેસ ચૅમ્પિયન કોનેરુ હમ્પી વિજેતા રહ્યાં, જ્યારે વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 2021 અને 2022ના ઍવૉર્ડ જીત્યા હતા. શૂટર મનુ ભાકરે 2024નો ઍવૉર્ડ જીત્યો હતો.

ઍથ્લીટ પીટી ઉષા અને અંજુ બૉબી જ્યૉર્જ, વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી, હૉકી ખેલાડી પ્રીતમ સિવાચ અને ક્રિકેટર મિતાલી રાજ લાઇફટાઇમ ઍચિવમેન્ટ ઍવૉર્ડના અગાઉના વિજેતા રહી ચૂક્યાં છે.

ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ અને શૂટર અવની લેખરાને બીબીસી ઇન્ડિયન પેરાસ્પૉર્ટ્સવુમન ઍવૉર્ડ મળ્યો છે.

ક્રિકેટર શેફાલી વર્મા, શૂટર મનુ ભાકર અને તીરંદાજ શીતલદેવીને બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ મળ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન