આ આદિવાસી છોકરીઓનું જીવન ક્રિકેટે કેવી રીતે બદલી નાખ્યું?
આ આદિવાસી છોકરીઓનું જીવન ક્રિકેટે કેવી રીતે બદલી નાખ્યું?
મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલી સિદ્ધેશ્વરી ગોંડ વસ્તીની છોકરીઓ જુસ્સાથી ક્રિકેટ રમે છે. જોકે તેઓ હજુ પણ શાળાથી વંચિત છે.
સિદ્ધેશ્વરી આદિવાસી ગોંડ વસાહત મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં છે. આ વસાહતમાં પાયાની સુવિધાઓ નથી સાથે જ ઘણા પરિવારો એવા પણ છે તે બે ટંકનું ભોજન પણ નથી મળતું.
પોતાની વિસ્તારની સ્થિતિનું વર્ણન કરતી રાશિ ક્રિકેટથી આ વિસ્તારની છબી બદલવાનું સપનું જુએ છે અને જેનો તેના પિતાને ગર્વ છે.
આ છોકરીઓ શાળાએ જતી નથી કારણ કે શાળા દૂર છે. તેઓ માત્ર બે ભાષાઓ બોલે છે, ગોંડી અને હિન્દી. તેથી, તેઓ મરાઠી શાળામાં પણ નથી જતી. પરંતુ, હવે આ છોકરીઓ અંગ્રેજી અને જાપાનીઝ બોલવા લાગી છે. ક્રિકેટે આ બદલાવમાં કેવી અસરકારક ભૂમિકા ભજવી એ જાણવા માટે જુઓ આ વીડિયો...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



