કાશ્મીર : વ્હીલચેરમાં બેઠાંબેઠાં ફેકટરી ચલાવનાર ઉદ્યોગસાહસિક મહિલાની કહાણી
કાશ્મીર : વ્હીલચેરમાં બેઠાંબેઠાં ફેકટરી ચલાવનાર ઉદ્યોગસાહસિક મહિલાની કહાણી
કાશ્મીરમાં મહિલા-સશક્તીકરણનો ઉત્તમ દાખલો રજૂ કરનારાં આ સુમાર્તીજી છે. વ્હીલચેર પર બેઠેલ આ મહિલા હવે કાશ્મીરના અન્ય લોકોને રોજગાર પૂરો પાડે છે.
તાજેતરમાં જ શ્રીનગરમાં તેમણે મસાલાની પોતાની ફેકટરી સ્થાપી છે.
શરૂઆતમાં તેમના પર લોકોએ ખૂબ શંકા કરી હતી અને કહ્યું હતું કે 'વ્હીલચેર પર બેસીને તો શું કોઈ ફેક્ટરી ચલાવી શકે?' પરંતુ હાલ તેમની ફેકટરીમાં 10 લોકો કામ કરે છે અને સફળતાપૂર્વક તેઓ પોતાના આ સાહસને આગળ પણ ધપાવી રહ્યાં છે.
તેમણે ન માત્ર પોતાને, અન્યોને પણ સશક્ત કર્યાં છે. તો ચાલો જાણીએ તેમની સફળતા પાછળની કહાણી...






