ગુજરાતના આ ઉદ્યોગમાં સોનાના ભાવો વધવાને કારણે તેજી કેમ આવી?

વીડિયો કૅપ્શન, અસલ સોના જેવી જ લાગતી બગસરાની જ્વેલરી કેવી રીતે બને છે? શું છે તેની વિશેષતા?
ગુજરાતના આ ઉદ્યોગમાં સોનાના ભાવો વધવાને કારણે તેજી કેમ આવી?

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવો આકાશને આંબી રહ્યા છે, જેના કારણે તે સરેરાશ લોકોની પહોંચથી બહાર થઈ ગયા છે.

ત્યારે અમરેલીના એક ઉદ્યોગમાં ભારે તેજી જોવા મળી રહી હોવાનું વેપારીઓનું કહેવું છે. તેમાં પણ ઑરિજિનલ ગોલ્ડ જેવી દેખાડી ડિઝાઇવાળી બંગડીઓ, ચેઇન, મંગળસૂત્ર અને સેટ જેવી વસ્તુઓની માંગ વધી છે.

બગસરામાં ઇમિટેશન જ્વેલરી બને છે, જે 'સોના જેવાં ઘરેણાં' બનાવે છે અને તે ગ્રાહકોને લગભગ 10 ટકા કિંમતમાં મળી જાય છે.

અહીંની ઇમિટેશન જ્વેલરી ન કેવળ સૌરાષ્ટ્રમાં, પરંતુ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય છે.

મહિલાઓ માટેની આ ચીજવસ્તુઓ કેવી રીતે મહિલાઓને પગભર બનાવવામાં મદદ કરે છે ; આ ઉદ્યોગની શરૂઆત ક્યારે થઈ હતી, વેપારીઓ અને ગ્રાહકો શું કહે છે, જુઓ આ વીડિયોમાં.

બગસરા સોનું અમરેલી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન