રશિયા સામે લડવા માટે યુક્રેન જર્મનીની ટૅન્કો કેમ માગી રહ્યું છે? જર્મનીએ શું શરત મૂકી છે?

રશિયા સામે લડવા માટે યુક્રેન જર્મનીની ટૅન્કો કેમ માગી રહ્યું છે? જર્મનીએ શું શરત મૂકી છે?

રશિયા યુક્રેન લડાઈમાં મહિનાઓ લડ્યા બાદ રશિયાએ પૂર્વના એક શહેર પર કબજો કરી લીધો છે.

સૈનિકો હાલ બાખમૂટનું સંરક્ષણ કરવામાં અને વળતો પ્રહાર કરવાની તૈયારીઓ વચ્ચે પશ્ચિમ પાસેથી વધુ હથિયારોની માગ કરી રહ્યા છે.

આ મુદ્દે નિર્ણાયક વાટાઘાટો કરવા માટે 50થી વધુ દેશોના સૈન્ય અધિકારીઓ જર્મની સ્થિત અમેરિકાના ઍરબેઝ પર એકઠા થયા છે.

યુક્રેને યુદ્ધ માટે અન્ય હથિયારોની સાથે સાથે ટૅન્કની માંગણી કરી છે.

આ બાબતે અન્ય દેશો જર્મની પર તેની 'લૅપર્ડ-2' ટૅન્ક યુક્રેનને આપવા દબાણ કરી રહ્યા છે.

અત્યાર સુધી યુક્રેનને 30 દેશોએ હથિયારો અને અન્ય સંસાધનો આપ્યા છે.

રશિયાએ પણ યુક્રેનને હથિયાર આપનારા દેશોને ટૅન્કો ન આપવા માટે ચેતવણી આપી છે.

જોકે જર્મનીએ પણ લૅપર્ડ-2 ટૅન્કો યુક્રેનને આપવા માટે એક શરત મૂકી છે,

આવો જાણીએ બીબીસીની આ કવર સ્ટોરીમાં...