મુંબઈમાં ઊંચા પગારની નોકરી છોડી, આદિવાસી મહિલાએ સરપંચ બનીને 'પંચાયત'માં કેવાં સુધાર કર્યાં?

વીડિયો કૅપ્શન, પૉલિટીકલ સાયન્સમાં પીએચડી કરનારાં આ મહિલા મહારાષ્ટ્રમાં મહિલા સરપંચ કેમ બન્યાં?
મુંબઈમાં ઊંચા પગારની નોકરી છોડી, આદિવાસી મહિલાએ સરપંચ બનીને 'પંચાયત'માં કેવાં સુધાર કર્યાં?

આદિવાસી સમુદાયનાં કવિતા 2019માં લગ્ન પછી મહારાષ્ટ્રના ઠાણેના કિસળ-પારગાવમાં આવ્યાં હતાં.

મુંબઈમાં સારા પદની નોકરીના બદલે તેમણે ગામડામાં રહીને માટે કામ કરવાનું પસંદ કર્યું. કવિતા માનતાં હતાં કે પોલિટીકલ સિસ્ટમમાં પ્રવેશીને જ કોઈ પરિવર્તન લાવી શકાય છે.

આથી તેઓ 2022માં ગ્રામપંચાયતની ચૂંટણી લડ્યાં ત્યારે તેમની ઉમેદવારી રદ કરાવવાનો પ્રયાસ થયો. આમ છતાં કવિતા ચૂંટણી લડ્યાં અને જીત્યાં.

આ પછી જ્યારે તેમણે ગામમાં મિલ્કતના દસ્તાવેજોમાં મહિલાઓનું નામ લખાવવાનું મહત્ત્વ સમજાવવાની શરૂઆત કરી ત્યારે તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો.

કેવી છે રાજનીતિ શાસ્ત્રમાં પીએચડી ડૉ. કવિતાની 'પંચાયત' જુઓ આ વીડિયોમાં.

મુંબઈ નોકરી, આદિવાસી મહિલા સરપંચ, મહારાષ્ટ્ર ઠાણે કિસળ પરગાવ,
ઇમેજ કૅપ્શન, ડૉ. કવિતા વારે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.