You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ઠંડી હજુ વધશે કે ઘટશે અને આગામી દિવસોમાં શું આગાહી છે?
ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરી મહિના દરમિયાન ઠંડી અનુભવાતી હોય છે તથા તેમાંથી કેટલાક દિવસો દરમિયાન કડકડતી ઠંડી પડે છે.
જોકે, ડિસેમ્બર-2025 દરમિયાન પડેલી ઠંડી સામાન્ય જેવી જ રહી હતી. એ સમયે હવામાન વિભાગનો વરતારો કહેતો હતો કે નવા વર્ષથી શીતલહેર અનુભવાની શરૂ થશે.
ત્યારે અપેક્ષા મુજબ જ, ગુજરાતમાં ઠંડી પડવા લાગી છે અને કેટલાંક સ્થળોએ અસામાન્ય ઠંડી પડી રહી છે. રાત્રિ તથા વહેલી સવારના સમયે વધુ ઠંડી અનુભવાય છે.
સામાન્ય રીતે ઉત્તર ભારતનાં રાજ્યોમાં હિમવર્ષા થાય કે વરસાદ પડે તો તેની અસર ગુજરાતમાં અનુભવાતી હોય છે અને ઉત્તરના શીતળ પવનો ગુજરાતમાં ઠંડક લાવતા હોય છે.
આ સિવાય ઉત્તર ભારતમાં સર્જાતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ ગુજરાતના હવામાનને મુખ્યત્વે અસર કરતી હોય છે. તો તેની શું સ્થિતિ છે?
દરિયા પરથી વાતા પવનો પણ ગુજરાતના તટપ્રદેશને અસર કરતા હોય છે, તો તેની સ્થિતિ શું કહે છે, જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન