ભારત-પાકિસ્તાન LOC નજીક રહેતા લોકો જમ્મુ-કાશ્મીરની ચૂંટણી અંગે શું કહે છે?

વીડિયો કૅપ્શન, LoC : પાસેના લોકો Jammu Kashmir Election અંગે શું કહે છે?
ભારત-પાકિસ્તાન LOC નજીક રહેતા લોકો જમ્મુ-કાશ્મીરની ચૂંટણી અંગે શું કહે છે?

એલઓસીની આસપાસના કેરન સહિતના વિસ્તારો વર્ષોથી બન્ને દેશ વચ્ચેની દુશ્મનીનું પરિણામ ભોગવતા રહ્યા છે.

ભારતે જણાવ્યું હતું કે તેણે 2021માં એલઓસીનું 594 વખત ઉલ્લંઘન થયાનું નોંધ્યું છે. ઉલ્લંઘનનો અર્થ મોર્ટાર અને તોપખાનાનાં શસ્ત્રોનો ઉપયોગ કરીને કરવામાં આવતો ગોળીબાર તથા બૉમ્બમારો થાય છે. આ જ વર્ષમાં ચાર ભારતીય જવાનોનાં મોત થયાં હતાં.

બીજી તરફ પાકિસ્તાને આવાં જ ઉલ્લંઘનો માટે ભારત સરકારને જવાબદાર ઠેરવી છે, તેમજ ઉલ્લંઘન તથા જાનહાનિનો પોતાનો ડેટા એકઠો કર્યો છે. એલઓસીની બંને બાજુ સેંકડો નાગરિકો આ દ્વંદ્વયુદ્ધોમાં અપંગ થયા છે તેમજ માર્યા ગયા છે, એ સર્વવિદિત છે.

જોકે, 2021માં બંને દેશનાં સૈન્યો વચ્ચે સમજૂતી થયા પછી 2022 અને સપ્ટેમ્બર 2024 દરમિયાન આવાં માત્ર બે જ ઉલ્લંઘન થયાં છે.

હિંસામાં આ તીવ્ર ઘટાડો જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી રહ્યો છે તે અમે આ પ્રદેશમાં સ્થાનિકો અને સત્તાવાળાઓ સાથેની ડઝનેક મુલાકાતોના આધારે નોંધ્યું હતું.

LOCની આરપાર વાતચીત કરી રહેલાં બંને દેશોના નાગરિકો
ઇમેજ કૅપ્શન, LOCની આરપાર વાતચીત કરી રહેલાં બંને દેશોના નાગરિકો

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.