ગુજરાતનું એ ગામ, જ્યાં સરકારી શાળાની 200થી વધુ છોકરીઓ હૉકી રમે છે

ગુજરાતનું એ ગામ, જ્યાં સરકારી શાળાની 200થી વધુ છોકરીઓ હૉકી રમે છે

અમદાવાદને છેડે આવેલું ઝાંપ ગામ હૉકી રમતી છોકરીઓના ગામ તરીકે ઓળખાય છે.

ત્યાં સરકારી શાળાની 200થી વધુ છોકરીઓ હૉકી રમે છે.

ગામમાં અગાઉ છોકરીઓ પ્રથમિક શાળા સુધી માંડ ભણતી હતી.

હૉકીને લીધે હવે છોકરીઓનો શિક્ષણદર વધ્યો છે અને ઊચ્ચ અભ્યાસ કરતી થઈ છે.

તો ચાલો જોઈએ અને જાણીએ કઈ રીતે હૉકીએ કઈ રીતે એક ગામને ઓળખ અપાવી અને કન્યાઓનો શિક્ષણદર વધાર્યો.

વીડિયો : તેજસ વૈદ્ય અને ઉત્સવ ગજ્જર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.