નડિયાદ : સોલાર ઍનર્જીથી ચાલતી સરકારી શાળા, જ્યાં બાળકોને મળે છે ભાર વિનાનું ભણતર
નડિયાદ : સોલાર ઍનર્જીથી ચાલતી સરકારી શાળા, જ્યાં બાળકોને મળે છે ભાર વિનાનું ભણતર
ચકલાસીની આ સરકારી શાળાનાં તમામ વર્ગખંડો અને ઓફિસમાં લાગેલાં ઍર કંડિશનર અને સ્માર્ટ એલઈડી સોલર ઊર્જાથી ચલાવવામાં આવે છે.
નડિયાદના ચકલાસી ગામની આ સરકારી શાળાની છત પર સોલર પેનલ લાગેલી છે.
આ સ્કૂલનું વીજળીનું બિલ જ માત્ર શૂન્ય નથી થયું, પરંતુ પોતાને ત્યાં ઉત્પન્ન થયેલી પાંચ હજાર યુનિટ જેટલી વીજળી પણ રાજ્યની વીજગ્રીડમાં પૂરી પાડે છે.
આ વીડિયો રિપોર્ટમાં જુઓ કે નડિયાદની આ શાળાને બનાવવાં માટે શાળામાં ભણીને વિદેશમાં સ્થાયી થયેલાં પૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના લોકોએ કેવી રીતે ફાળો આપ્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



