મોરબી : મચ્છુ નદી પરના પુલની દુર્ઘટનામાંથી બચેલા વ્યક્તિએ શું કહ્યું?

મોરબી : મચ્છુ નદી પરના પુલની દુર્ઘટનામાંથી બચેલા વ્યક્તિએ શું કહ્યું?

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ પડી જતાં દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં પુલ પર હાજર સંખ્યાબંધ લોકો નદીમાં પડ્યા હતા જેમાં 68 લોકોનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબીમાં રાત્રે એક વાગ્યાની આસપાસ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે આ દુર્ઘટનામાં 68 લોકોનાં મૃત્યુ થયાં છે. ત્યારે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ કાર્યાલય અનુસાર 170 લોકોને બચાવવામાં આવ્યા છે.

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાત્રે એક વાગ્યે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 68 લોકોનાં મૃત્યુ થયાંની પુષ્ટિ થઈ છે.

નદીમાં પડેલા લોકોની હજી પણ શોધખોળ ચાલુ છે અને વિવિધ ટીમો મૃતદેહોને શોધી રહી છે.