મેયરથી 'મોદી કૅબિનેટ'માં મંત્રી થનાર નીમુબહેન અલંગની સ્થિતિ કઈ રીતે સુધારશે?

મેયરથી 'મોદી કૅબિનેટ'માં મંત્રી થનાર નીમુબહેન અલંગની સ્થિતિ કઈ રીતે સુધારશે?

ભાવનગર લોકસભાની બેઠક પરથી પહેલીવાર ચૂંટાઈ આવેલા ભાજપના ઉમેદવાર નીમુબહેન બાંભણિયા રાજ્યકક્ષાનાં મંત્રી બન્યાં છે. તેમણે 4.55 લાખ મતોથી જીત મેળવી હતી.

પહેલીવારમાં જ તેઓ મંત્રી બનતાં લોકોને તેમના પાસેથી ઘણી આશા છે.

જોકે, નીમુબહેનનું નામ ભાવનગરની જનતા માટે નવું નથી. પૂર્વ મેયર તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે.

બીબીસીએ ભાવનગરના લોકો સાથે વાતચીત કરી હતી. લોકોએ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના મુદ્દે પણ પોતાની રજૂઆતો કરી હતી.

એ સિવાય ભાવનગરના સ્થાનિક પ્રશ્નોનું સમાધાન થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

વધુ જુઓ આ વીડિયોમાં...