ગુજરાતમાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન ક્યાં પડશે જોરદાર વરસાદ?

ગુજરાતમાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન ક્યાં પડશે જોરદાર વરસાદ?

ગત ચાર-પાંચ દિવસથી બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળ ઉપર સ્થિર બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી છે, જે આગામી બેએક દિવસ દરમિયાન ઝારખંડ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ થઈને ગુજરાત પહોંચશે.

જેના કારણે સાતમ-આઠમના શ્રાવણી મેળાના દિવસો દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.

ચાલુ અઠવાડિયાથી શરૂ થયેલો વરસાદ આવતા અઠવાડિયાના મધ્યભાગ સુધી જોવા મળે તેવી શક્યતા છે. આમ ચાર-પાંચ દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.