અમદાવાદ : ડિમોલિશનમાં ઘર તૂટતાં રિક્ષામાં નાનાં બાળકો સાથે રહેવા મજબૂર પરિવાર
અમદાવાદ : ડિમોલિશનમાં ઘર તૂટતાં રિક્ષામાં નાનાં બાળકો સાથે રહેવા મજબૂર પરિવાર
"ગરીબોનું કોઈ નથી હોતું. ગરીબોનો માત્ર ઉપરવાળો હોય છે. રાત્રે ખૂબ જ ઠંડી પડે છે. જમવાનું બનાવવાની તકલીફ છે."
આ શબ્દો હિનાબહેન સોલંકીના છે, જેમનું ઘર ઇસનપુરની ડિમોલિશન કામગીરીમાં તૂટી ગયું.
તાજેતરમાં અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી, તેના કારણે હિનાબહેન અને તેમનો પરિવાર બેઘર થઈ ગયાં છે.
હિનાબહેન અને તેમનો પરિવાર હજુ પણ ડિમોલિશન સ્થળે જ રિક્ષામાં રહે છે. તેમના પરિવારમાં પતિ અને બે બાળકો છે.
હિનાબહેને આપવીતીમાં શું જણાવ્યું તથા તંત્ર સમક્ષ શું રજૂઆત કરી, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



