ભૂખમરાને આરે ઊભો એ દેશ જ્યાં બાળકો ખુલ્લાં આકાશ નીચે ભણવા મજબૂર, ન શાળા છે ન ખોરાક

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા ઉપર ક્લિક કરો
ભૂખમરાને આરે ઊભો એ દેશ જ્યાં બાળકો ખુલ્લાં આકાશ નીચે ભણવા મજબૂર, ન શાળા છે ન ખોરાક

ઇથીયોપિયાના ટિગ્રે પ્રદેશમાં છેલ્લા છ મહિનામાં 400થી વધુ લોકોનાં મોત ભૂખને કારણે થયા હોવાનું અનુમાન છે.

ટિગ્રેમાં આવેલી એક શાળાનાં બાળકોનાં જૂથ સાથે બીબીસી આફ્રિકાની ટીમે વાત કરી હતી. આ સમયે બાળકોએ અમને જણાવ્યું કે તેઓ કેવી રીતે લાંબા સમયથી ચાલતા ગૃહયુદ્ધમાંથી બહાર આવતા આ વિસ્તારમાં ખોરાકની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે?

સૌથી વધારે અસર બાળકો અને યુવાનોને થઈ રહી છે અને સ્થિતિ એ છે કે તેમાંના હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ છોડવા મજબૂર છે. કારણ કે તેમના પર તેમના પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી પડી છે.

હજારો વિદ્યાર્થીઓ તેમનાં પરિવારનું ભરણપોષણ કરવા જંગલી બૅરી અને પાંદડાઓ શોધવા મજબૂર છે.

આ બાળકોના સંઘર્ષની કહાણી જાણો આ વીડિયો અહેવાલમાં.

વિદ્યાર્થીઓ
ઇમેજ કૅપ્શન, ટિગ્રેમાં ભૂખમરા વચ્ચે શિક્ષણ છોડવા મજબૂર વિદ્યાર્થીઓનો સંઘર્ષ
બીબીસી
બીબીસી