હિંદુ હોવાની શું કોઈ એક રીત હોઈ શકે? બીબીસીની વિશેષ રજૂઆત 'હિંદુ ધર્મ: મારો મર્મ'
હિંદુ હોવાની શું કોઈ એક રીત હોઈ શકે? બીબીસીની વિશેષ રજૂઆત 'હિંદુ ધર્મ: મારો મર્મ'
આ વર્ષની ચૂંટણીમાં હિંદુ ઓળખ એક મોટો મુદ્દો છે. પણ શું હિંદુ બનવાનો કોઈ એક રસ્તો હોઈ શકે?
બીબીસીની વિશેષ શ્રેણી 'હિન્દુ ધર્મ: મેરા મર્મ'માં, બીબીસીની ટીમ ઘણા હિન્દુઓને મળીને જાણવાનો પ્રયાસ કરશે કે તેઓ આજના ભારતમાં કેવું અનુભવી રહ્યા છે?
પ્રથમ એપિસોડમાં, વાત કરીએ હરિદ્વારની એક અલગ ધર્મ સંસદની.
2021માં હરિદ્વારમાં યોજાયેલી ધર્મ સંસદમાં હજારો લોકો એકઠા થયા હતા.
તેમને સંબોધિત કરનારા ધર્મગુરુઓ પર ધર્મના નામે દ્વેષપૂર્ણ ભાષણો આપવાનો આરોપ કરાયો હતો, તેમની ધરપકડ પણ થઈ હતી. જોકે બાદમાં તેમને છોડી દેવાયા હતા.
હવે, અન્ય એક ધર્મગુરુએ બીજી ધર્મ સંસદનું આયોજન કર્યું છે અને હિંદુ ધર્મમાં રહેલા પ્રેમ વિશે વાત કરી છે. જુઓ પહેલો એપિસોડ – 'પ્રેમની ધર્મ સંસદ'.

ઇમેજ સ્રોત, Getty Images





