વિદ્યાર્થીઓએ બનાવેલા AI આધારિત રૉબો ટીચર કેવી રીતે અભ્યાસ કરાવે છે?

વિદ્યાર્થીઓએ બનાવેલા AI આધારિત રૉબો ટીચર કેવી રીતે અભ્યાસ કરાવે છે?

સાડી પહેરી ક્લાસરૂમમાં ફરતા આ રૉબો ટીચરનું નામ છે આઈરિશ. કેરળની એક શાળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલૉજીના ઉપયોગથી બનાવાયા એક રોબો ટીચર વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપે છે.

વિદ્યાર્થીઓને પણ અભ્યાસ કરવાની આ નવી પદ્ધતિમાં આનંદ આવી રહ્યો છે. આ ટીચર બિલકુલ એક મહિલા શિક્ષક જેવાં લાગે છે.

વિદ્યાર્થીઓ જે પ્રશ્ન પૂછે છે તેને તે ગળામાં લાગેલા માઇક્રોફોનના આધારે સાંભળે છે. AI ટેક્નોલૉજીનો ઉપયોગ કરી આ સવાલોનો તેઓ પોતાના અવાજમાં જવાબ આપે છે.

આઇરિશ રૉબો ટિચરને એવી રીતે બનાવાયા છે કે તે પૂછાયેલા પ્રશ્નનો આશરે 40 શબ્દોમાં જવાબ આપશે. આ રૉબો અંગ્રેજી, મલયાલમ અને હિન્દીમાં જવાબ આપી શકે છે.

વધુ જુઓ આ વીડિયોમાં...