અમદાવાદ : લાલ દરવાજાનું પ્રખ્યાત પાથરણાં-બજાર બંધ, જેમની રોજી છીનવાઈ તેઓ શું બોલ્યા?
અમદાવાદ : લાલ દરવાજાનું પ્રખ્યાત પાથરણાં-બજાર બંધ, જેમની રોજી છીનવાઈ તેઓ શું બોલ્યા?
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારની એક આગવી ઓળખ અહીંનું પાથરણાં-બજાર પણ છે.
ઈદ, દિવાળી, નવરાત્રિ કે કોઈ પણ તહેવાર હોય, ત્યારે અહીં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઊમટી પડે છે અને તેની રોનક કંઈક અલગ જ હોય છે.
જોકે, હવે મ્યુનિસિપલ કૉર્પોરેશને અહીંથી પાથરણાં બજારને હઠાવવા માટે તજવીજ હાથ ધરી છે.
અહીંના નાના વેપારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે અને અસગ્રસ્તોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ કૉર્પોરેશને આ લોકો માટે શું વ્યવસ્થા કરી છે અને તેના પદાધિકારીઓ તથા અધિકારીઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



