એકસાથે બની બે સિસ્ટમ, ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળશે?

વીડિયો કૅપ્શન, એકસાથે બની બે સિસ્ટમ, ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળશે?
એકસાથે બની બે સિસ્ટમ, ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળશે?

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકસાથે સિસ્ટમ બની છે. પાછલા બે દિવસથી ગુજરાતમાં ઠંડીનો માહોલ પણ જામ્યો હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઓછું હતું. ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઓછું જોવા મળ્યું હતું. બાકીના ભાગોમાં તાપમાન સામાન્ય રહ્યું હતું.

આ પ્રદેશમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો નીચા સ્તરે પ્રવર્તી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. ત્યાર બાદ સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના ઓછી છે.

આગામી સાત દિવસ માટે ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે અને કોઈ ચેતવણી નથી.

પરંતુ હવે આ સિસ્ટમ જે બની છે તેને કારણે ગુજરાતમાં કઈ ફેરફાર જોવા મળશે?

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : અવધ જાની

શિયાળો ગુજરાતી બીબીસી ગુજરાતી ગુજરાત હવામાન ઠંડી ગરમી વરસાદ પાણી ખેડૂત ખેતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન