14 વર્ષના કિશોરનું ગોળી વાગતાં મોત, CISF જવાન પર આરોપ, માતાએ કરી ન્યાયની માગ

14 વર્ષના કિશોરનું ગોળી વાગતાં મોત, CISF જવાન પર આરોપ, માતાએ કરી ન્યાયની માગ

CISFના એક જવાન પર આરોપ છે કે દિલ્હીના શાહદરામાં તેમણે 14 વર્ષના એક કિશોર પર ગોળી ચલાવતાં તેમનું મોત થયું છે.

મૃતક કિશોરનો પરિવાર આઘાતમાં છે.

અને માતા ન્યાયની માગ કરી રહ્યાં છે.

એવો પણ આરોપ છે કે સાહિલ જાનમાં ઉડાડવામાં આવેલી ચલણી નોટ લૂંટી રહ્યો હતો, તેથી તેને ગોળી મારી દેવાઈ.

સાહિલ માત્ર 14 વર્ષના હતા. ઘરની નાજુક પરિસ્થિતિને લીધે તેમણે ત્રણ મહિના પહેલા જ કરિયાણાના એક દુકાન પર કામ કરવાનું શરૂ કર્યું હતું.

શું છે સમ્રગ મામલો જુઓ આ અહેવાલમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન