આ મહિલા સતત આટલા કલાક ગરબે રમ્યાં અને રેકૉર્ડ બનાવ્યો

આ મહિલા સતત આટલા કલાક ગરબે રમ્યાં અને રેકૉર્ડ બનાવ્યો

ગુજરાતીઓ અને ગરબા એકબીજાની ઓળખ છે. નવરાત્રિ હોય કે અન્ય કોઈ પ્રસંગ ગુજરાતીઓ ગરબે ઘૂમવા માટે અપાર ઉત્સાહ ધરાવતા હોય છે.

ત્યારે વડોદરાના મનીષાબહેન સૈનીએ સતત 24 કલાક સુધી 'સૉલો' ગરબે ઘૂમવાનો રેકૉર્ડ બનાવ્યો છે. જેને એશિયા બૂક ઑફ રેકૉર્ડ્સ તથા ઇન્ડિયા બૂક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે.

તેમને આ માટેની પ્રેરણા ક્યાંથી મળી અને તેમણે આના માટે કેવી તૈયારી કરી હતી, તેમની પાસેથી જ જાણો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન