ગુજરાત : દાળના ભાવ વધતા વેપારીઓએ શું કહ્યું?

ગુજરાત : દાળના ભાવ વધતા વેપારીઓએ શું કહ્યું?

ટામેટાં ડુંગળી બાદ હવે દાળના ભાવ વધ્યા છે ત્યારે ગુજરાતના રાજકોટ, વડોદરા અને સુરતમાં દાળના ભાવ આસમાને પહોંચી ગયા છે. છેલ્લા 15 દિવસમાં તુવેર દાળ, અડદની દાળ અને ચણાની દાળના ભાવમાં વધારો થયો છે.

દાળના આસમાનને આંબી ગયેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. તેની સીધી અસર વ્યક્તિના ખિસ્સા પર પડી રહી છે.

વધતા ભાવ વિશે બીબીસી ગુજરાતી સંવાદદાતા સાગર પટેલે વેપારીઓ સાથે વાતચીત કરી.