હિમાલય પીગળી રહ્યો છે, ભારત માટે કેટલું મોટું જોખમ?
દુનિયા વિવિધ પ્રકારની કુદરતી આફતો સામે લડી રહી છે અને દર વર્ષે ભયાનક ગરમી, વાવાઝોડાં, ખૂબ ઠંડી જેવી ઘટનાઓના આપણે સાક્ષી બની રહ્યા છીએ. જેની પાછળ ગ્લોબલ વૉર્મિંગ અને જળવાયુ પરિવર્તન જવાબદાર હોવાનું નિષ્ણાતો માને છે.
પરંતુ આ આફતો સિવાય હવે એશિયાઈ દેશો પર બીજી એક આફત ઝળૂંબી રહી છે અને એ છે હિમખંડો (ગ્લૅશિયર્સ)નું પીગળવું એટલે કે બરફનું ઓગળવું.
વૈજ્ઞાનિકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. તેઓ એ તારણ પર આવ્યા છે કે જળવાયુ પરિવર્તનની અસર હેઠળ જે વૈશ્વિક તાપમાન વધ્યું છે, તેના કારણે ગ્લૅશિયરની માત્રા અને બરફનાં તળાવો તથા ઝરણાંના પ્રવાહમાં તેમને નોંધપાત્ર ફરક દેખાયો છે.
બરફ પીગળવાથી કેવી રીતે હોનારત થાય? ગ્લૅશિયર પીગળે ત્યારે પર્વતોની વચ્ચે શું થાય? આ ખતરા સામે આપણી કેટલી તૈયારી છે? શું વિશ્વ તેની સામે લડી શકશે?
વધુ જાણો જળવાયુ પરિવર્તનના આ વિશેષ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images



