ગુજરાતના આ જિલ્લામાં મહિલાઓને પતંગ બનાવવાની તાલીમ કેમ અપાઈ?

વીડિયો કૅપ્શન, ગુજરાતના આ જિલ્લામાં પહેલીવાર મહિલાઓને પતંગ બનાવવાની તાલીમ કેમ અપાઈ?
ગુજરાતના આ જિલ્લામાં મહિલાઓને પતંગ બનાવવાની તાલીમ કેમ અપાઈ?

ગુજરાતમાં આમતો 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ અને તેની આસપાસના દિવસો દરમિયાન પતંગ ચગાવવામાં આવે છે. જોકે, આ રંગબેરંગી અને અલગ-અલગ કદના પતંગો બનાવવાની શરૂઆત મહિનાઓ પહેલાંથી જ થઈ જતી હોય છે.

ત્યારે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પ્રથમવાર પતંગ બનાવવા માટે મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે.

મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે મહિલાઓ પતંગ બનાવવાની તાલીમ મેળવી રહ્યાં છે.

આ તાલીમ દ્વારા સ્થાનિક મહિલાઓનું જીવન કેટલું બદલાશે, તેઓ શા માટે તાલીમ મેળવી રહ્યાં છે અને હાલમાં તેમની કેવી સ્થિતિ છે, જુઓ આ વીડિયોમાં.

પતંગ ઉત્તરાયણ દરમિયાન ચગે, પરંતુ તેને બનાવવાની કામગીરી મહિલાઓ અગાઉથી શરૂ થઈ જતી હોય છે પતંગ, અરવલ્લી, મેઘર, ઉત્તરાયણ, 14 જાન્યુઆરી, પતંગ કેવી રીતે બને, મહિલા સશક્તિકરણ, સખીમંડળ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પતંગ ઉત્તરાયણ દરમિયાન ચગે, પરંતુ તેને બનાવવાની કામગીરી મહિલાઓ અગાઉથી શરૂ થઈ જતી હોય છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન