મહેસાણા: 'પરાણે દારૂ પીવડાવીને મારી નસબંધી કરી નાખી', ખેતમજૂર સાથે શું થયું?
મહેસાણા: 'પરાણે દારૂ પીવડાવીને મારી નસબંધી કરી નાખી', ખેતમજૂર સાથે શું થયું?
મહેસાણાના નવી શેઢાવી ગામમાં એક યુવાનની જાણ બહાર નસબંધી કરી દેવાનો કિસ્સો સામે આવ્યો છે.
યુવાનનો આરોપ છે કે તેને ખેતમજૂરી કરવાના બહાને સરકારી ગાડીમાં બેસાડીને લઈ ગયા અને બાદમાં તેની જાણ બહાર નસબંધી કરી દીધી.
ધનાલી આરોગ્ય કેન્દ્ર ખાતે આ યુવાનનું ઑપરેશન કરાયું હતું. આયોગ્ય વિભાગે પોતાની ભૂલ સ્વીકારી છે.
આરોગ્ય વિભાગનું કહેવું છે કે "પેપર પર યુવાનનો અંગૂઠો છે તેથી તેની મંજૂરી તો કહેવાય. પરંતુ આ યુવાન અપરિણીત હોવા છતાં તેની નસબંધી થઈ તે નિયમ વિરુદ્ધ છે. આમ કરનારા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરાશે."
વીડિયો : અંકિત ચૌહાણ, સુમિત વૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



