મહિલાને બાઇક ઉપર સૂવડાવીને હૉસ્પિટલે લઈ જવાનો મામલો શું છે?

વીડિયો કૅપ્શન, મહિલાને બાઇક ઉપર સૂવડાવીને હૉસ્પિટલે લઈ જવાનો મામલો શું છે?
મહિલાને બાઇક ઉપર સૂવડાવીને હૉસ્પિટલે લઈ જવાનો મામલો શું છે?

25-વર્ષીય મહિલા મીરા લેખામીને સારવાર માટે બાઇક ઉપર હૉસ્પિટલે લઈ જવામાં આવ્યાં હતાં. આ વીડિયો મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આવેલાં એટાપલ્લીનો છે.

કાંદોલી ગામમાં રહેતાં મીરાએ કથિત રીતે ઝેર પીધું હોવાની જાણ થતાં પરિવારજનો તેમને બાઇક ઉપર છ કિલોમીટર દૂર આવેલા બુર્ગીના પ્રાથિમક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતા.

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રતાપ શિંદેના કહેવા પ્રમાણે, પરિવારજનોએ ઍમ્બુલન્સ માટે ફોન નહોતો કર્યો અને જાતે જ મહિલાને બાઇક ઉપર હૉસ્પિટલે લઈ આવ્યા હતા.

બુર્ગી PHC ખાતે આ મહિલાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ ઝેર કાઢવા માટેનું સંક્શન મશીન બગડી ગયેલું હોવાથી તેમને એટાપલ્લી રિફર કરવામાં આવ્યાં હતાં.

ઍમ્બુલન્સના ડ્રાઇવર ગેરહાજર હોવાથી એક સ્થાનિક વ્યક્તિએ એમ્બુલન્સ ચલાવી હતી. આમ છતાં, મીરાનું મૃત્યુ થયું હતું.

ડૉ. પ્રતાપ શિંદેએ જણાવ્યું હતું કે ઍમ્બુલન્સ ચાલક રજા ઉપર હતો તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી કે કેમ?

તથા મહિલાના મૃત્યુ માટે કોણ જવાબદાર છે? તે નક્કી કરવા માટે ત્રણ લોકોની સમિતિ નિમવામાં આવી છે.

મહારાષ્ટ્ર