બ્લૅકબોર્ડ પર પગથી લખીને ગણિત ભણાવતા શિક્ષક ગુલશનની કહાણી
બ્લૅકબોર્ડ પર પગથી લખીને ગણિત ભણાવતા શિક્ષક ગુલશનની કહાણી
ઝારખંડની એક શાળાના શિક્ષક ગુલશન લોહાર અન્ય શિક્ષકોથી અલગ છે, તેઓ બ્લૅકબોર્ડ પર હાથથી નહીં, પરંતુ પગથી લખે છે અને વિદ્યાર્થીઓને ભણાવે છે.
જન્મથી ગુલશનના બંને હાથ ન હતા, જેના કારણે તેમનાં માતાપિતા દુઃખી થયાં હતાં એટલે સુધી કે માતાએ કેટલાક દિવસો સુધી નવજાતને દૂધ પણ પીવડાવ્યું ન હતું.
ગુલશન શાળામાં ગયા ત્યારે સહપાઠીઓએ તેમની મજાક ઉડાવી. આમ છતાં ગુલશને નિરાશ થયા વગર અભ્યાસ ચાલુ રાખ્યો.
આજે તેઓ સારંડાનાં જંગલોમાં આવેલી બારંગા સરકારી શાળામાં ગણિતના શિક્ષક છે. જાણો તેમની પ્રેરણાત્મક કહાણી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



