મૅક્સિકોમાં રાંધણગૅસનો ખર્ચ બચાવવા મહિલાએ અપનાવ્યો આવો નવતર પ્રયોગ

વીડિયો કૅપ્શન, ગૅસનો ખર્ચ બચાવવા માટે આ મહિલાઓએ શું કિમીયો શોધ્યો?
મૅક્સિકોમાં રાંધણગૅસનો ખર્ચ બચાવવા મહિલાએ અપનાવ્યો આવો નવતર પ્રયોગ

મૅક્સિકોમાં ઝેપોટેક જનજાતિની મહિલાઓ લાકડાનો ઉપયોગ કરીને ભોજન પકાવે છે અને બહુ થોડી મહિલાઓને ગૅસની સુવિધા ઉપલબ્ધ છે.

લાકડાના ઉપયોગને કારણે મહિલાઓના શ્વાસમાં હાનિકારક ધૂમાડો જાય છે. ગૅસ અને લાકડાને કારણે હાનિકારક ગૅસોનું ઉત્સર્જન થાય છે, જેના કારણે વૈશ્વિક તાપમાન પણ વધે છે.

હવે, મહિલાઓ નવીન પ્રકારના ચુલાનો ઉપયોગ કરે છે, જેના કારણે મહિલાઓને જંગલમાં લાકડા વીણવા નથી જવું પડતું અને પ્રદૂષણ પણ નથી ફેલાતું.

જાણો આ મહિલાઓ નવીન પ્રકારની સસ્તી અને ટકાઉ રાંધણપદ્ધતિથી તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે શું કહે છે.

મહિલા, સોલાર કૂકર, આદિવાસી સમાજમાં ફેરફાર, મેક્સિકો, પુનઃપ્રાપ્ય ઊર્જા, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન