ભાવનગરમાં આ કન્યાનું ફુલેકું હાથીની અંબાડી પર ફેરવાયું, આ જોઈને લોકો શું બોલ્યા?

ભાવનગરમાં આ કન્યાનું ફુલેકું હાથીની અંબાડી પર ફેરવાયું, આ જોઈને લોકો શું બોલ્યા?

બોટાદમાં રહેતા નટવરભાઈએ તેમની પુત્રીના લગ્ન સમયે તેનું ફુલેકું હાથીની અંબાડી પર ફેરવવ્યું હતું. તેમનાં પુત્રી જાનકી પણ પિતાના આ નિર્ણયથી ખુશ હતાં.

નટવરભાઈ શિક્ષક તરીકે કામ કરે છે અને તેમને ત્રણ દિકરીઓ છે. દીકરીના લગ્ન સમયે તેનું બહુમાન કરવાનો વિચાર આવતા તેમણે હાથીની અંબાડી પર ફૂલેકું ફેરવવાનો નિર્ણય કર્યો હતો.

આ માટે હાથીની વ્યવસ્થા કેવી રીતે કરી અને હાથી અંબાડી પર દીકરીનું ફુલેકું યોજાયું ત્યારે શું થયું હતું તે વિશે જણાવતા નટવરભાઈ શું કહે છે?

જાનકી જ્યારે દુલ્હન બનીને હાથી ઉપર નીકળ્યાં, ત્યારે તેમને કેવું લાગ્યું હતું, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.