આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક કેવી રીતે કરવાં?

આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક કેવી રીતે કરવાં?

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન કરી છે.

જો અંતિમ તારીખ સુધીમાં બંને લિંક નહીં થયાં તો પાનકાર્ડ રદ પણ થઈ શકે છે અને દંડ પણ ભરવો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સરકાર આ જ પ્રકારે મુદ્દતમાં વધારો કરી ચૂકી છે. ત્યારે ફરી વખત કરવામાં આવેલી આ જાહેરાતથી લોકોને રાહત સાંપડી છે.

તો આ વીડિયોમાં આપણે જોઈશું કે આધાર અને પાનકાર્ડને લિંક કરવા કેવી રીતે?