You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાઝા : ઇઝરાયલી હુમલામાં મૃત્યુ પામેલી માતાના ગર્ભમાંથી બહાર કઢાયેલી બાળકી મૃત્યુ પામી
ગાઝા : ઇઝરાયલી હુમલામાં મૃત્યુ પામેલી માતાના ગર્ભમાંથી બહાર કઢાયેલી બાળકી મૃત્યુ પામી
ઇઝરાયલીઓએ રફાહમાં અલ-સકાની ફૅમિલી હોમ પર બૉમ્બ ઝીંક્યો હતો, જ્યાં સબરીન, તેમના પતિ અને તેમની ત્રણ વર્ષની બાળકી મલક ઊંઘી રહ્યાં હતાં.
આ હુમલામાં તેમના પતિ અને મલકનાં મૃત્યુ થયાં હતાં જ્યારે સબરીનને ગંભીર ઈજાઓ થઈ હતી અને બાદમાં એમનું મૃત્યુ થઈ ગયું હતું. જોકે, એ વખતે તેમના ગર્ભમાં રહેલી બાળકી હજુ જીવિત હતી.
ડૉક્ટરોએ બાળકીને બહાર તો કાઢી હતી, પણ સારવાર દરમિયાન આ બાળકી પણ હવે મૃત્યુ પામી હોવાના અહેવાલ છે.
પણ આ બાળકીને બચાવવા માટે થયેલા પ્રયાસ વચ્ચે તેમનાં નાની અને પરિવારજનોના સંઘર્ષ વિશેનો અહેવાલ આ જુઓ વીડિયોમાં.