2023નું વર્ષ આર્થિક દૃષ્ટિએ ભારે કેમ ગણાઈ રહ્યું છે અને ત્રીજા ભાગની દુનિયા પર મંદીનું જોખમ કેમ તોળાઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Reuters
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષનાં પ્રમુખે આગાહી કરી છે કે આ વર્ષે વિશ્વનું એક તૃતીયાંશ અર્થતંત્ર મંદીમાં સપડાશે.
ક્રિસ્ટલીના જૉર્જિએવાએ કહ્યું છે કે અમેરિકા, યુરોપિયન સંઘ અને ચીનના અર્થતંત્રમાં સુસ્તીના લીધે 2023નું વર્ષ 'મુશ્કેલ' હશે.યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ,તેજીથી વધી રહેલી મોંઘવારી,ઊંચો વ્યાજદર અને ચીનમાં કોરોનાના પ્રસારેવૈશ્વિક અર્થતંત્ર પર ભારણ વધાર્યું છે.
જૉર્જિએવાએ સીબીએસ પ્રોગ્રામ 'ફેસ ધ નેશન'માં કહ્યું, "વિશ્વનું એકતૃતીયાંશઅર્થતંત્ર મંદીમાં રહેશે."તેમણે ઉમેર્યું, "જે દેશ મંદીની ઝપેટમાં નહીં આવે ત્યાં પણ લાખો-કરોડો લોકો માટે મંદી રહેશે."
આઈએમએફે 2023 માટે અર્થતંત્રના વિકાસદરના અનુમાનને પણ યુક્રેન યુદ્ધ અને વિશ્વભરના દેશોમાં વ્યાજદરો વધતાં ગત વર્ષે ઑક્ટોબરમાં ઘટાડી ડીધું હતું.
જૉર્જિએવાએ આગાહી કર્યું છે કે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટા અર્થતંત્ર ચીન માટે 2023નો પ્રારંભ મુશ્કેલ રહેવાનો છે.
જુઓ આ વીડિયો અહેવાલ...





