વરસાદ પડે ત્યારે માખીઓનો રાફડો કેમ ફાટી નીકળે છે?

વરસાદ પડે ત્યારે માખીઓનો રાફડો કેમ ફાટી નીકળે છે?

વરસાદ આવતાની સાથે જ ઘરમાં જીવજંતુઓ દેખાવાં લાગે છે.

એવું જ એક જંતુ છે માખી. વરસાદ શરુ થયા બાદ ઘરમાં માખીઓ ગણગણાટ કરવા લાગે છે. તે સ્વચ્છ ખોરાક પર બેસીને તેને ગંદો પણ કરે છે.

વિજ્ઞાનિકો કહે છે કે, માખીઓ બીમારીનું ઘર હોય છે. પરંતુ એવું તો શું થાય છે કે, વરસાદ પડ્યા બાદ માખીઓની સંખ્યા ઘણી વધી જાય છે?

માખી વિશે સમજવા માટે અમે વિશેષજ્ઞો સાથે વાતચીત કરી.